

મે મહિનામાં ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે આજે માધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

હવામાનના જણાવ્યા અનુસાર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 12 મે થી વરસાદ ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે તો અનેક જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 14 મે થી વાતાવરણ રાબેતા મુજબ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું વહેલું કેરળ પહોંચશે. જે 1 જૂને પહોંચવાના બદલે 27 મે એ પહોંચશે.