
ચંદ્રાલા ખાતે ૪૨|૮૪ કડવા પાટીદાર સમાજ ની ક્રિકેટ ટૂંનામેન્ટ ચંદ્રાલા ખાતે યોજાઈ
– કુલ-૬૫ ટીમો ૯૧૦ ખેલાડીઓએ ભાગ લીધો
– ફાઇનલ મા ચિલોડા-લવારપુર ની ટીમ ટકરાઇ
ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ખાતે ૪૨\૮૪ કડવા પાટીદાર સમાજ ની ક્રિકેટ ટૂંનામેન્ટ યોજાઈ હતી જેમા ૬૫ ટીઓએ ભાગ લીધો હતો જેમા ફાઇનલ મા લવારપુર ની ટીમ નો ભવ્ય વિજય થયો હતો

ચંદ્રાલા ખાતે ૪૨\૮૪ કડવા પાટીદાર સમાજ ની ક્રિકેટ ટૂંનામેન્ટ યોજાઈ હતી જેમા આ ટુર્નામેન્ટ મા ૬૫ ટીમોએ ભાગ લીધો હતો તો ફાઇનલ મેચ મા ચિલોડા-લવારપુર વચ્ચે યોજાઈ હતી જેમા ચિલોડા ની ટીમ દ્રારા પ્રથમ ૧૦૫ રન બન્યા હતા તો બીજા દાવમા લવારપુર ની ટીમ દ્રારા છેલ્લી ઓવરમા ૧૦૬ રન કરી વિજય થઈ હતી તો ૪૨\૮૪ સમાજના દરેક ગામના ટીમે ભાગ લીધો હતો.તેમાં સમાજ ના પ્રમુખ મંત્રી હોદ્દેદારોઓ, કારોબારી સભ્યઓ, તમામ દાતાઓ, તમામ ટીમના કેપ્ટન વાઈસ કેપ્ટન તથા તેમની ટીમના તમામ ખેલાડી તમામ ગામના પ્રમુખ મંત્રી ઓ યુવા સંગઠનના સભ્યો અને તમામ કાર્યકર્તા સભ્યના સહયોગથી ૪૨/૮૪ કડવા પાટીદાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમા ફાઇનલ મેચ મા લવારપુર ની ટીમ નો વિજય થયો હતો તો વિજેતા ટીમને સમાજ તરફથી ૫૦,૦૦૦ નુ ઇનામ અને ટોર્ફી અને બીજા નાના ઇનામ આપવામાં આવ્યા હતા તો ચંદ્રાલા ટીમને ૨૫,૦૦૦ નું ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતી આ ફાઇનલ માં આ પ્રોગ્રામમાં સમાજના પ્રમુખ રામુભાઇ પટેલ મનુભાઈ પટેલ બાબુભાઈ પટેલ ગાડાભાઈ પટેલ અને સમાજના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન અજયભાઈ પટેલ, વિજયભાઈ પટેલ ,રિતેશ પટેલ ,પરેશ ભાઈ પટેલ,રવિ પટેલ, રિતિક પટેલ,અને ચંદ્રાલા ના યુવાનો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
