

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા, જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું હતું. તે એટલું તો બોખલાઈ ગયું હતું કે ભારતના રેસિડેન્સિયલ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવા લાગ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધા. ભારતે નૂર ખાન એરબેઝ સહિત કેટલાક અન્ય એરબેઝને તબાહ કરી દીધા. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું અને સીઝફાયર માટે વિવિધ દેશોને આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશોની સહમતિથી સીઝફાયર કરી દેવામાં આવ્યું. પાકિસ્તાન જે થોડા દિવસ અગાઉ કહી રહ્યું હતું કે કંઈ થયું નથી અને પોતાના લોકોને મૂર્ખ બનાવીને જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યું હતું. તે હવે કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે.

શાહબાઝ શરિફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે 9-10 તારીખ દરમિયાનની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ અસિમ મુનરે મને સિકયોર ફોન પર જણાવ્યુ કે, વજીરે આઝમ સાહબ હિન્દુસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ અત્યારે લોન્ચ કરી દીધી છે, જેમાંથી એક નૂર ખાન એરબેઝ પર પડી છે અને કેટલીક બીજા વિસ્તારોમાં પડી છે. આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર જેટ્સ પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.

હવે મહિલા શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરવી મોંઘી પડી છે. પાકિસ્તાની સેનાના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મધ્ય પ્રદેશમાં એક સરકારી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે આ કડક કાર્યવાહી કરી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મહેતવાડાની શિક્ષિકા શહનાઝ પરવીનના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમાં પાકિસ્તાનનો પક્ષ બતાવવામાં આવ્યો હતો.
આ મામલો સામે આવ્યા બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી. શિક્ષણ વિભાગનું કહેવું કે શહનાઝ પરવીને પોતાની પોસ્ટના માધ્યમથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનું ઉલ્લંઘન કર્યું, અને તેને કદાચાર માનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ખોટી સામગ્રી શેર કરવા સામે શિક્ષણ વિભાગની કડક નીતિને દર્શાવે છે.