

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ પરથી મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી અને મુંબઈ પોલીસ કમિશનરની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી, તો બંને અધિકારીઓ આગામી કાર્યક્રમમાં હાજરી આપવા મજબૂર થઈ ગયા. જેવા જ CJIની નારાજગીના સમાચાર અધિકારીઓ સુધી પહોંચ્યા, તો તેઓ પોતાની ખુરશીઓ છોડીને ચૈત્યભૂમિ પર થયેલા આગામી કાર્યક્રમમાં પહોંચી ગયા. વાસ્તવમાં, મુંબઈમાં આયોજિત એક સન્માન સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બી.આર. ગવઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
ત્યાં તેમણે મંચ પરથી સ્પષ્ટ કહ્યું કે, જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ મહારાષ્ટ્ર આવે છે અને કોઈ પણ વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી જેમ કે ચીફ સેક્રેટરી, DGP કે મુંબઈ પોલીસ કમિશનર હાજર નથી હોતા,તો આ માત્ર પ્રોટોકોલની વાત નથી, પરંતુ એક સંવૈધાનિક સંસ્થાના સન્માનનો સવાલ છે. 3 સ્તંભો કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા સમાન છે અને એક-બીજાનું સન્માન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો આવો વ્યવહાર કોઈ અન્ય સંવૈધાનિક પદ પર બેઠા વ્યક્તિ સાથે થતો તો કદાચ કલમ 142 પર બહેસ શરૂ થઈ જતી.

CJI ગવઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યારે મહારાષ્ટ્રના કોઈ વ્યક્તિ દેશના મુખ્ય ન્યાયાધીશ બને છે અને પહેલી વખત પોતાના રાજ્યમાં ફરે છે, ત્યારે શું રાજ્યના અધિકારીઓની ઉપસ્થિતિ જરૂરી નથી? આ માત્ર પ્રોટોકોલનો મામલો નથી, પરંતુ સંવૈધાનિક સંસ્થાના સન્માનનો વિષય છે. તેમની આ ટિપ્પણી ન માત્ર કાર્યક્રમમાં બેઠા લોકોને ચોંકાવનારી હતી, પરંતુ એ સંદેશ પણ સ્પષ્ટ હતો કે સંસ્થાઓ વચ્ચે સમાન સન્માન હોવું જોઈએ. CJIની આ તીખી ટિપ્પણી સરકારી ગલિયારા સુધી પહોંચી, તો હલચલ તેજ થઈ ગઈ. માનવામાં આવે છે કે અધિકારીઓને ખબર પડી કે દેશના મુખ્ય ન્યાયાધીશે તેમની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી, તો તેઓ તરત જ હરકતમાં આવી ગયા. CJIનો આગામી કાર્યક્રમ ચૈત્યભૂમિ પર આયોજિત હતો, જ્યાં મુખ્ય ન્યાયાધીશ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના હતા.

અહીં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સુજાતા સૌનિક, DGP રશ્મિ શુક્લા અને મુંબઈ પોલીસ કમિશનર દેવન ભારતી ત્રણેય જ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિને લઈને સ્પષ્ટ સમજાયું કે આ કોઈ સંયોગ નહીં, પરંતુ CJIની નારાજગી વ્યક્ત કર્યા બાદ લગાવવામાં આવેલી હાજરી હતી. કાર્યક્રમ દરમિયાન, ત્રણેય અધિકારીઓ CJI સાથે વ્યક્તિગત રૂપે પણ મળ્યા હતા. તેનાથી ખ્યાલ આવે છે કે મામલો શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા. બાદમાં પત્રકારો સાથે વાત કરતા CJI ગવઈએ કહ્યું કે તેઓ પ્રોટોકોલને લઈને ચિંતિત નથી. પરંતુ તેમણે જે અનુભવ્યું તે બતાવવાનું તેમનું કર્તવ્ય છે. આ માત્ર પ્રોટોકોલ નહીં, પરંતુ સંવૈધનિક વ્યવહારનો વિષય છે. તેનાથી જનતાને અવગત કરાવવી જરૂરી છે.