


પ્રાંતિજ ખાતે ઓપરેશન સિંદૂર ની સફળતાની ઉજવણી ના ભાગ રૂપે તિરંગા યાત્રા યોજાઇ
– નગરજનો આપ મેળે તિરંગા લઈ ને ભારતીય સેનાની કાર્યવાહી ને બિરદાવી
– આખુય પ્રાંતિજ દેશભકિત ના રંગે રંગાયુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ઓપરેશન સિંદૂર ની સફળતાને લઈ ને ઉજવણી ના ભાગ રૂપે પ્રાંતિજ ખાતે તિરંગા રેલી યોજાઇ હતી જેમા નગરજનો મોટી સંખ્યામાં હાથમા તિરંગા લઈ ને ઉપસ્થિત રહ્યા હતા



પહેલગામમાં આતંકવાદીઓ ઘ્વારા જે હુમલો થયો હતો તેમાં આપણા દેશના લોકોની નિર્દઈ હત્યાં કરવામાં આવી હતી આપણા દેશની બહેન દીકરીઓના ધર્મ પૂછીને સિંદૂર ઉજારવામાં આવ્યા હતા જેના કારણે આખા ભારતમાં શોકની લાગણી છવાઈ હતી પાકિસ્તાનના આતંકવાદીઓથી આ નાપાક હરકતોથી આપણા દેશના વડા પ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંચાલન હેઠળ જે ત્રણેય પાંખના ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી ના જવાનોએ જે રીતે પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇકથી જડબાતોડ જવાબ આપ્યો અને આપણા સૈનિકોના શોર્ય અને પરાક્રમનો દાખલો આખા વિશ્વને આપ્યો છે જેને લઈ ને પ્રાંતિજ તિરંગા યાત્રાનું આયોજન, સેનાના જવાનોના પરાક્રમને બિરદાવાયુ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું



જેમાં મોટી સંખ્યામાં લોકો આપમેળે તિરંગા સાથે જોડાયા હતા તો બદલ ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે ભાજપ તથા હિન્દુ એકતા સંગઠન દ્વારા પ્રાંતિજ માં તિરંગા યાત્રા યોજાઈ હતી શહેર વિસ્તારમાં દેશ ભક્તિનો રંગ જોવા મળ્યો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો તો પ્રાંતિજ ના લોકો તથા રાષ્ટ્ર પ્રેમી લોકો આ તિરંગા યાત્રા મા ઉપસ્થિત રહ્યા હતા



તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , પૂર્વ નગર પાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ , પૂર્વ નગર પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , ધવલભાઇ રાવલ , પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટર દર્શિલભાઇ દેસાઇ , રસિદભાઇ સુમરા , મહેશભાઇ મકવાણા , વર્ષાબેન સથવારા , તથા નટુભાઈ બારોટ , મુકેશભાઇ સથવારા મનોજભાઇ મોદી તથા હિન્દુ એક્તા સંગઠન ના મેહુલસિંહ , મહેન્દ્રસિંહ , રણજીતસિંહ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


