fbpx

કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ…

Spread the love
કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન  માટે કૅન્સર સામેની લડત માત્ર નીતિ કે કાર્યક્રમ જ નહીં પરંતુ  આ તેમની જીવનભરની કૌટુંબિક દુ:ખદ યાત્રા બની ગઈ છે. અને હવે, આ જંગ સંપૂર્ણ રીતે વ્યક્તિગત બની ગઈ છે. તેમને હાડકાં સુધી ફેલાયેલું પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે.

રવિવારે તેમની ઓફિસે માહિતી આપી કે તેમને હાઇ ગ્રેડનું કૅન્સર થયું છે, જેનો ગ્લીસન સ્કોર 9 છે. આ એ પ્રકારનું કેન્સર છે જે ઝડપથી ફેલાય છે. તેમ છતાં, ડૉક્ટરોનું કહેવું છે કે આ હોર્મોન-સંવેદનશીલ છે, એટલે તેનો યોગ્ય ઉપચાર શક્ય છે.

03

સોશિયલ મીડિયા પર લખેલા સંદેશમાં બાઈડને કહ્યું:

“કૅન્સર દરેકના જીવનમાં આવે છે. જેમ ઘણા લોકો અનુભવ કરે છે, તેમ આપણે આપણાં તૂટેલા ભાગોમાંથી સૌથી વધુ મજબૂત બનીએ છીએ.”

પુત્ર બ્યુ બાઈડનનું મોત

બાઈડનની કૅન્સર સામેની લડત 2015માં શરૂ થઈ હતી, જયારે તેમના પુત્ર બ્યુ બાઈડન નું બ્રેઇન કૅન્સરના કારણે નિધન થયું હતું. આ દુઃખદ ઘટના પછી બાઈડને “Cancer Moonshot” નામની મહત્ત્વાકાંક્ષી પહેલ શરૂ કરી હતી.

આ પહેલના મુખ્ય હેતુઓ છે: આગામી 25 વર્ષમાં કૅન્સરથી મૃત્યુદરને 50% ઘટાડવો, દર્દી અને પરિવારજનો માટે સારવારની ગુણવત્તા વધારવી, રિસર્ચ, ટેક્નોલોજી અને આરોગ્ય સેવા વચ્ચે સહકાર વધારવો

02

હવે પોતે લડી રહ્યા છે 

પહેલા જે લડત તેઓએ અન્ય લોકો માટે લડી હતી, હવે એ લડત તેમને પોતે પોતાના માટે લડવી પડી રહી છે. રાષ્ટ્રપતિપદ દરમિયાન તેમણે $150 મિલિયન ડોલર કરતાં વધુ રકમ કૅન્સર સંશોધન માટે ફાળવી હતી અને અદ્યતન સર્જિકલ ટેકનોલોજી જેવા મિશન હાથ ધર્યા હતા.

બાઈડને 2024માં ફરીથી ચૂંટણી ન લડી હોય, તેમ છતાં તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેમનું ધ્યાન હજુ પણ કૅન્સર સામેની લડત પર કેન્દ્રિત રહેશે. હવે તેઓ માત્ર નેતા નથી — તેઓ પણ હવે દર્દી છે.

“મને ખબર છે કે આવા સમયે કેવું લાગતું હોય છે,” તેમણે કહ્યું. “પણ એકતાથી, આશાથી અને વિજ્ઞાન સાથે આપણે કૅન્સરને હરાવી શકીએ છીએ.”

error: Content is protected !!