

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. એવામાં અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ સાથે વાત કરી હતી.
અંબાલાલ પટેલે કહ્યું કે, 28 મેના દિવસે હવામાન સારું હશે તો વાવાઝોડીની તિવ્રતા ઘટી જશે. સાવ હળવું વાવાઝોડું આવશે. એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે જે વાવાઝોડાને બનવા દેતું નથી. છતા મુંબઇ, કર્ણાટક, ગોવા, વલસાડ,દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. ભલે વાવાઝોડું હળવું બની જશે, પરંતુ દરિયો તોફાની બનશે એમ પટેલે કહ્યું હતું.