
-copy53.jpg?w=1110&ssl=1)
દુનિયામાં અસંખ્ય લોકો ધનવાન છે, પરંતુ જે રાજવીપણું અને જે વૈભવ જીવનશૈલી થાઇલેન્ડના રાજામાં જોવા મળે એવી ભાગ્યે જ કોઇ ધનવાન વ્યક્તિમાં જોવા મળે. મહાવાજીરા લોંગકોર્ન દુનિયાના સૌથી અમીર થાઇલેન્ડના રાજા છે.
તેમની પાસે 300 કાર, 38 પ્રાઇવેટ જેટ, 4 પત્નીઓ, ગોલ્ડ બોટ અને 7 સંતાનો છે. થાઇલેન્ડમાં તેમને રાજારામ તરીકે ઓળખવામાં આવે છે. લોંગકોર્ન 2019માં થાઇલેન્ડના રાજા બન્યા હતા, તેમને વારસામાં મોટાભાગની મિલ્કત મળી છે, પરંતુ તેમણે બિઝનેસ આગળ વધાર્યો છે અને તેમની 3.7 લાખ કરોડની સંપત્તિ છે. માત્ર થાઇલેન્ડના રાજધાની બેંગકોંગમા જ 17000 કરતા વધારે પ્રોપર્ટી છે.તેઓ ટ્રેઇન્ડ મિલિટ્રી પ્રોફેશન્લસ પણ છે. તેઓ માત્ર એક શાસક નથી પરંતુ વિશ્વના સૌથી ધનિક રાજા પણ છે.