

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. GJEPCના તાજેતરમાં લેબગ્રોન ડાયમંડની આયાતના આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા છે. ગયા વર્ષે લેબગ્રોન ડાયમંડની આયાત 7486 કરોડ રૂપિયા નોંધાઇ. હવે સવાલ એ ઉભો થાય કે લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચરીંગમાં સુરત નંબર વન છે તો પછી આટલી મોટી રકમની આયાત કરવાની કેમ જરૂર પડી?
આ બાબતે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ અમને કહ્યું હતું કે, સુરત CVDમાં નંબર વન છે, પરંતુ HPHT ડાયમંડમાં ચીન દુનિયાનું સૌથી મોટું સેન્ટર છે. એટલે HPHT ડાયમંડ આયાત કરવાની જરૂર પડતી હોય છે. ચીન સિવાય અમેરિકા અને અન્ય દેશો પણ HPHT ડાયમંડ બનાવે છે.