fbpx

ટેસ્લાના ભારતીય મૂળના CFOની આવક સુંદર પિચાઇ અને સત્ય નડેલા કરતા પણ વધારે છે

Spread the love
ટેસ્લાના ભારતીય મૂળના CFOની આવક સુંદર પિચાઇ અને સત્ય નડેલા કરતા પણ વધારે છે

એલન મસ્કની કંપની ટેસ્લાના ભારતીય મૂળના CEO વૈભવ તનેજાની વર્ષ 2024ની આવક 1157 કરોડ રૂપિયા રહી હતી,જે ગૂગલના CEO સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા કરતા અનેક ગણી વધારે છે.

વૈભવ તનેજાની આવક વધારે રહેવા પાછળનું કારણ એ છે કે કંપનીએ તેને સેલરી પેકેજમાં સ્ટોક ઓપ્શન અને ઇક્વીટી એવોર્ડની સુવિધા પણ આપી હતી એટલે વૈભવ પાસે ટેસ્લા કંપનીના શેર છે.ટેસ્લાના શેરના ભાવ ઉછળવાને કારણે તેની આવકમાં વધારો થયો.

વૈભવ તનેજા મૂળ ભારતના છે અને તેમણે 1999થી 2016 સુધી પ્રાઇસ વોટર હાઉસ કુપર્સમાં નોકરી કરી હતી.2016માં સોલાર સિટીમાં જોડાયા ત્યારે એલન મસ્કે આ કંપની ટેઇકઓવર કરી લીધી ત્યારથી તનેજા ટેસ્લાની સાથે છે.

error: Content is protected !!