

ભારતના હૈદ્રાબાદમાં યોજાઇ રહેલી મિસ વર્લ્ડ પેજન્ટમાં મિસ ઇંગ્લેંડ 2024 રહી ચૂકેલી મિલા મેગી ર્સ્પધાને અધવચ્ચે જ છોડીને UK પરત ફરી ગઇ છે. મેગીએ ઇંગ્લેંડના જાણીતા અખબાર ધ સનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મિસ વર્લ્ડ પેજન્ટ સામે ગંભીર આરોપ મુકની સનસનાટી મચાવી દીધી છે.
મિલા મેગીએ ઇન્ટરવ્યૂમા કહ્યું કે, પેજન્ટમાં મોટી ઉંમરના લોકો સાથે વધારે સમય વિતાવવા અને તેમની સાથે મેલઝોલ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું. આ એવા લોકો છે જે આખી ઇવેન્ટને સ્પોનર્સ કરી રહ્યા છે તેમને ખુશ રાખવાનું દબાણ હતું. મેગીએ કહ્યું કે, મને આ પેજન્ટમા વેશ્યા જેવું મહેસુસ કરાવાતું હતુ એટલે ગુસ્સામાં આવીને મેં કહી દીધુ હતું કે હું અહીંયા લોકોને ખુશ કરવા માટે નથી આવી સૌદર્ય ર્સ્પધામાં ભાગ લેવા આવી છું.જો કે મિસ વર્લ્ડના આયોજકોએ મેગીના આરોપોને નકાર્યા છે.