fbpx

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

Spread the love
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કરીને, અન્ય 7 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પની ઘોષણામાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનથી આવતા વિદેશીઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Donald-Trump1

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક અપવાદો સાથે બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાથી આવતા લોકો પર પણ આંશિક પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પનો આ આદેશ સોમવાર, 9 જૂનના રોજ રાત્રે 12:01 વાગ્યાથી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય આદેશમાં સમાવિષ્ટ દેશોમાં આતંકવાદ સંબંધિત ચિંતાઓ અને તેમની યોગ્ય તપાસના અભાવને કારણે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેટલાક દેશો વચ્ચે દેશનિકાલ પર સહકારના અભાવને દૂર કરવા માટે આ પ્રતિબંધો જરૂરી હતા. આ બાબતે માહિતી આપતાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકનોને ખતરનાક વિદેશી તત્વોથી બચાવવાના તેમના વચનને પૂર્ણ કરી રહ્યા છે, જે આપણા દેશમાં આવીને આપણને નુકસાન પહોંચાડવા માંગે છે. આ પ્રતિબંધો પસંદગીના દેશો માટે છે. આમાં એવા દેશોનો સમાવેશ થાય છે જ્યાં લોકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી નથી. વિઝા સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેતા લોકોની સંખ્યા વધુ છે. આ બધા દેશો લોકોની ઓળખ અને ખતરાની માહિતી શેર કરવામાં નિષ્ફળ રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકન લોકોના હિત અને તેમની સુરક્ષામાં કામ કરશે.’

Donald Trump

ટ્રમ્પના આદેશમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. આમાં અમેરિકાના કાયમી રહેવાસીઓ, US સેનાને સહાયતા કરતા ખાસ વિઝા ધરાવતા અફઘાન લોકો, રાજદ્વારીઓ, રમતવીરો અને આ દેશોના પાસપોર્ટ ધરાવતા બેવડા નાગરિકત્વનો સમાવેશ થાય છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તેમના પહેલા કાર્યકાળમાં (જાન્યુઆરી 2017માં), ટ્રમ્પે ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનના મોટાભાગના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારપછી માર્ચ 2017માં, ટ્રમ્પે ઇરાકને યાદીમાંથી દૂર કર્યું અને ચાડ, વેનેઝુએલા અને ઉત્તર કોરિયાને ઉમેર્યા. 2020માં, તેમણે પ્રતિબંધનો વિસ્તાર કર્યો અને નાઇજીરીયા, ઇરિટ્રિયા, સુદાન, તાંઝાનિયા, મ્યાનમાર અને કિર્ગિસ્તાન સામે પ્રતિબંધો લાદ્યા. ચાડને ત્યાર પછી યાદીમાંથી દૂર કરવામાં આવ્યું.

error: Content is protected !!