

અમદાવાદ એરપોર્ટ પર ટેકઓફના સમયે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ સાથે તેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ પણ હતા. વિમાન દુર્ઘટના બાદ દરેક વિમાન દુર્ઘટનાના કારણો બાબતે જાણવા માગે છે, પરંતુ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ઘણા એવિએશન એક્સપર્ટ ક્રેશ થવાના કારણનું અનુમાન લગાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કયા કારણે આવા અકસ્માત થઈ જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આખરે કયા કારણે આવા અકસ્માત થાય છે.

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, જ્યારે ફ્લાઇટ ટેકઓફ કરે છે, ત્યારે એ વિમાન મેક્સિમમ ઇંધણ સાથે ઉડાણ ભારે છે. અત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું એક્યૂરેટ કારણ નહીં કહી શકાય અને તેની જાણકારી ફ્લાઇટ ડેટા રેકોર્ડર જ બતાવી શકશે, પરંતુ કેટલાક કારણ હોય છે, જેના કારણે વિમાન ક્રેશ થઈ શકે છે.

પહેલું કારણ
વંદના સિંહે કહ્યું કે, ટેકઓફના તુરંત બાદ વિમાન ક્રેશ થવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ લોડ ફેક્ટર હોઈ શકે છે. લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણીવાર ક્રેશનું કારણ બની જાય છે. તમને જણાવી દઈએ કે, લોડ ફેક્ટર કોઈપણ વિમાનમાં મૂકવામાં આવતા વજનનો સાચો ગુણોત્તર છે, જે વિમાનની સંરચનાના આધારે નક્કી કરવામાં આવે છે. આ ફ્લાઇટમાં આગળ અને પાછળ મુસાફરોને બેસાડીને તેને નિશ્ચિત કરવામાં આવે છે, જેથી પ્રેશર કંટ્રોલ કરી શકાય. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે વિમાનનું એક પૈડું કોઈ ઇમારતમાં અટક્યું છે. એવામાં, કહી શકાય છે કે વજનની ખોટી ગણતરીને કારણે આવું થઈ શકે છે. આમ તો, ફ્લાઇટમાં પહેલાં આવી બધી માહિતી તપાસવામાં આવે છે.

બીજું કારણ
વંદના સિંહે જણાવ્યું હતું કે, તેનું બીજું કારણ એ હોઈ શકે છે કે તેનો લેન્ડિંગ ગિયર સારી રીતે બંધ ન થયો હોય. લેન્ડિંગ ગિયર કોઈપણ ફ્લાઇટનો એ હિસ્સો હોય છે, જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન રનવેના સંપર્કમાં આવવા પર આખું વજન સંભાળવા અને કાઇનેટિક એનર્જી (ગતિ ઉર્જા)ને શોષવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એ જ હિસ્સો હોય છે જેમાંથી વિમાનના પૈડા બહાર આવે છે અને વિમાન રનવે પર ચાલે છે.