
17.jpg?w=1110&ssl=1)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને કારણે રાજકોટના એક ગામના લોકો કરોડપતિ બની ગયા હતા.
દિવંગત નેતા વિજય રૂપાણી જ્યારે વર્ષ 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટના પરાપીપળીયા ગામને AIIMS હોસ્પિટલ અપાવી હતી, જેને લીધી જે ગામ વિશે કોઇ જાણતું નહોતું તે આખા દેશમાં ચર્ચામાં આવી ગયું હતું. AIIMS બનવાને કારણે આ ગામમાં જમીનના ભાવો આસામાને પહોંચી ગયા હતા અને જે જમીનનો એક એકરનો 32 લાખ ભાવ હતો તે સીધો વધીને 3 કરોડ રૂપિયા થઇ ગયો હતો. જમીનના ભાવોમાં તોતિંગ ઉછાળાને કારણે ગામના લોકો કરોડપતિ બની ગયા હતા.