

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનો ભવ્ય વારસો મળ્યો છે. સ્થાનિક રેતીના પત્થરો અને શેલથી બનાવેલી દિવલો મળી છે.
પુરાતત્વવિદોનું કહેવું છે કે,3300 BCના પ્રારંભથી અહીં માટી કામની હાજરી હતી. ખોદકામ દરમિયાન કસાકૃતિનો ભવ્ય વારસો. વાસ્તુકલા, માટીના વાસણો, કોર્નેલિયન, અગેટ, અમેઝોનાઇટ, સ્ટ્રીટાઇટના બનેલા અર્ધ કિંમતી પત્થરો, શંખના ઘરેણા, ટેરાકોટાની વસ્તુઓ અને પત્થરના ઉપકરણો મળ્યા છે.

પશુઓના અવશેષો જેવા કે ગાય, ઘેટા, બકરા, માછલીના હાડકા, ખાદ્ય શેલના ટુકડાઓ મળ્યા છે.
પુરાતત્ત્વવિદોઓ વનસ્પતિનો ઉપયોગ અને પ્રાચીન આહારને સમજવા માટે કેટલાંક નમૂનાઓ એકત્ર કર્યા છે જેનું વિશ્વલેષણ થઇ રહ્યું છે.