

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો ગ્લોબલ સપ્લાય ચેઇન પ્રભાવિત થશે અને વૈશ્વિક લેવલે મોંઘવારી વધશે.
ઇઝરાયલ અને ઇરાન વોરને કારણે ભારત ટેન્શનમાં આવી ગયું છે, કારણકે બંને દેશો વચ્ચે ભારતનો 5 અરબ ડોલરનો બિઝનેસ છે. ભારત 85 ટકા ક્રુડ ઓઇલ આયાત કરે છે, ભલે આમાં ઇરાનનો હિસ્સો એટલો મોટો નથી, પરંતુ આ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલના ભાવ વધી જશે એટલે ભારતે મોંઘા ભાવે ક્રુડ લેવું પડશે અને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી શકે છે.
ઇઝરાયલને ભારત પોલીશ્ડ ડાયમંડ, જ્વેલરી, કન્ઝ્યુમર ઇલેકટ્રોનિકસ અને એન્જીનીયરીંગ સામાન મોકલે છે અને ઇરાનને બાસમચી ચોખા, ચા, કોફી, ખાંડ મોકલે છે. ભારતની નિકાસ પર મોટી અસર પડશે.