

અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાની ફલાઇટ સાથે જે દુર્ઘટના બની તેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યકિત બચી શક્યો, બાકીના 241 મુસાફરો ભડથું થઇ ગયા હતા. પ્લેન ક્રેશમાં બચી જનારા મુળ દિવના અને હાલ બ્રિટિશ નાગરીક વિશ્વાસ રમેશ હોવાનું સામે આવ્યું છે. તેમના 5 સંયોગો વિશે જાણો
સામાન્ય રીતે વિમાનમાં 11 A સીટ મુસાફરો લેવાનું પસંદ નથી કરતા, કારણકે આ સીટની બાજુમાં ઇમરજન્સી ડોર હોય છે અને બહારના દ્રશ્યો પણ જોઇ શકાતા નથી. આ સીટ વિશ્વાસને મળી જે તેમના માટે લકી સાબિત થઇ.
વિશ્વાસની સીટથી 4 સીટ દુર ફ્યુઅલ ટેંક હતી એટલે આગની ઘટના પછી દોડવા માટે સમય મળ્યો.વિશ્વાસની સીટનો ભાગ પહેલા અને બીજા ટાવર વચ્ચે રોકાઇ ગયો, જેથી તેઓ બહાર નિકળી શક્યા. 50 ડગલા ચાલ્યા ત્યાં એમ્બ્યુલન્સ મળી ગઇ જેથી તરત સારવાર મળી અને વિશ્વાસ નસીબના બળિયા હશે કે બચી ગયા.