

એર ઇન્ડિયાના વિમાન ક્રેશને લઇને સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકન નેવીના નિવૃત અધિકારી અને એવિએશન નિષ્ણાત તરીકે જાણીતા કેપ્ટન સ્ટીવ શ્રેઇબરે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં એર ઇન્ડિયા ક્રેશ વિશે શક્યતાઓ કીધી છે.
સ્ટીવે કહ્યું કે, વીડિયોમાં જોવા મળે છે કે, શરૂઆતનું ટેક ઓફ સામાન્ય હતુ, બંને એન્જિન ઉડાન ભરવા માટે પુરતી તાકાત લગાવી રહ્યા હતા. પરંતુ થોડી જ વારમાં વિમાન ઉપર જવાની શક્યતા ગુમાવી દે છે. વિમાન એન્જિન ફેઇલ થવાનું કારણ હોય શકે છે, પરંતુ મને એની શક્યતા ઓછી લાગે છે. એક કારણ એ હોય શકે કે લેન્ડીંગ ગિયર નીચે રહી ગયું હોય અને ફ્લેપ્સ ઉપર આવી ગયા હોય તો આવી દુર્ઘટના બની શકે છે.