

એર ઇન્ડિયા વિમાન ક્રેશ પછી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે એર ઇન્ડિયાના 787 ડ્રીમ લાઇનરનું સર્વિસ મેઇન્ટેન્સનું કામ તુર્કીની ટર્કીઝ ટેક્નિક કંપનીએ કર્યું છે એટલે લોકો ફરી તુર્કી પર ગુસ્સે ભરાયા હતા. જો કે તુર્કીએ તરત જ સ્પષ્ટતા કરી દીધી છે 787 ડ્રીમ લાઇનરના મેઇન્ટનેન્સનું કામ ટર્કીશ ટેક્નિકે કર્યુ હોવાના જે અહેવાલો પ્રદર્શિત થઇ રહ્યા છે તે બિલકુલ ખોટા છે.
અમે એર ઇન્ડિયાના બોઇંગ 777 વિમાનના મેઇન્ટેનન્સનું કામ કરીએ છીએ અમે ક્યારેય 787 ડ્રીમ લાઇરનું મેઇન્ટેનન્સનું કામ કર્યું નથી. તુર્કી અને ભારતના સંબંધો વિશે લોકોને ભ્રમિત કરવાના આશયથી આવા અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે જે બિલકુલ ખોટા છે.