fbpx

માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?

Spread the love
માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાનની તારીખ 19 જૂન છે અને 23 જૂને મત ગણતરી થવાની છે. વિસાવદર પર ત્રિપાંખીયો જંગ છે અને ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીઓ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારેલા છે. વિસાવદરમાં ભાજપની એક ચૂંટણી સભાં હાજર રહેલા લોક સાહિત્યકાર અને ડાયરા માટે જાણીતા માયાભાઇ આહીરે ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર નિશાન સાધી દીધું હતું.

માયાભાઇ આહીરે કહ્યું કે, ધર્મનો જે વિરોધ કરે, ભલે પછી કે કોઇ પણ ધર્મ હોય એ વ્યકિતને ભારત વર્ષનો સંતાન કહી શકાય નહીં. આહીરે એમ પણ કહ્યુ કે, તેણે પોતાની વાણી પર કાબુ રાખવો જોઇએ. સત્યનારાયણની કથાને વાહિયાત કહેનાર ગોપાલ ઇટાલિયા સામે માયાભાઇએ કહ્યું કે, આ એક માત્ર એવી કથા છે જે ભારતને વેપાર અને વાણિજ્ય સાથે જોડે છે.

error: Content is protected !!