

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ 17 વર્ષ પહેલાં એક સ્ટોકમાં રોકાણ કર્યું હતું. 17 વર્ષ રાહ જોયા પછી અંબાણીએ આ કંપનીનો કેટલોક હિસ્સો વેચી દીધો છે અને 2200 ટકાની કમાણી કરી છે.
મુકેશ અંબાણીએ વર્ષ 2008માં જ્યારે વૈશ્વિક મંદી હતી ત્યારે એશિયન પેઇન્ટસના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતું અને તે વખતે લગભગ 4.9ટકા હિસ્સો 500 કરોડમાં ખરીદ્યો હતો. હવે મુકેશ અંબાણીએ તેમાંથી લગભગ 3.6 ટકા હિસ્સો 7704 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. જેટલા ભાવે રોકાણ કર્યુ તેનાથી 23 ગણી રકમ અંબાણીએ મેળવી લીધી છે. કોર્પોરેટ જગતની અત્યાર સુધીની આ સૌથી બેસ્ટ ડીલ માનવામાં આવી રહી છે. મુકેશ અંબાણી માત્ર એક પાવરફુલ બિઝનેસમેન નથી તેઓ એક મેચ્યોર ઇન્વેસ્ટર પણ છે.