

ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ અને 18 વર્ષ પછી એવું બન્યું કે માત્ર 2 જ દિવસમાં ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળ્યું. 15 જૂનના દિવસે ચોમાસાની ગુજરાતાં એન્ટ્રી થઇ અને 17 જૂને તો આખા ગુજરાતમાં વરસાદ પડી ગયો.
ગયા વર્ષ એટલે કે 2024ની વાત કરીએ તો ચોમાસાની ગુજરાતીમાં એન્ટ્રી ઘણી મોડી થઇ હતી. જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું શરૂ થયુ હતું. પરંતુ 2007માં એટલે કે 18 વર્ષ પહેલા એવું બન્યુ હતું કે ચોમાસાની એન્ટ્રી 24 જૂને થઇ હતી અને 26 જૂને તો આખા ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું હતું.
આ વખતે પહેલેથી જ હવામાન વિભાગે આગાહી કરેલી છે કે, 114 ટકા જેટલો વરસાદ પડશે. મતલબ ચોમાસું સામાન્ય રહેશે.