


એક તરફ, જ્યાં આ કળયુગમાં લોભ લાલચનું વલણ એકદમ વધી રહ્યું છે, ત્યાં બીજી તરફ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે પોતાની અંદર પ્રામાણિકતા અને માનવતાને જીવંત રાખે છે. આવા માણસો લોકોમાં એવી આશા જીવંત રાખે છે કે, માનવતા મરી પરવારી નથી પરંતુ હજુ પણ અકબંધ છે. આ રીતની પ્રામાણિકતાનું ઉદાહરણ મળવું આજના સમયમાં ખુબ મુશ્કેલ છે, પરંતુ આનું ઉદાહરણ ઉત્તરપૂર્વીય રાજ્ય મિઝોરમના એક રીક્ષા ડ્રાઇવર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેની પ્રામાણિકતાની આજે આખા મિઝોરમ રાજ્યમાં ચર્ચા થઈ રહી છે.

હકીકતમાં, એક ઉદ્યોગપતિના પૈસા ભરેલી બેગ ઓટોમાં રહી ગઈ હતી, જેમાં લગભગ 17 લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા. ઓટો ડ્રાઈવર લહમિંગમુઆનાને આ વાતની જાણ થતાં જ તેણે તરત જ તે પૈસા તેના માલિક સુધી પહોંચાડી દીધા. ઓટો ડ્રાઈવરની આ પ્રામાણિકતાનું ઉદાહરણ દરેક વ્યક્તિ ચર્ચા કરી રહ્યા છે. લોકો કહે છે કે આજના સમયમાં આવા લોકો શોધવા ખૂબ મુશ્કેલ છે.

અહીં તમને જણાવી દઈએ કે, મ્યાનમારનો એક ઉદ્યોગપતિ ગુરુવાર, 19 જૂન, 2025ના રોજ સવારે 9 વાગ્યે મિઝોરમના લાંગલતાઈ વિસ્તારમાં પહોંચ્યો. તેણે અહીંથી એક ઓટો બુક કરાવી, જેમાં તે આમતેમ ફરતો રહ્યો, પરંતુ જ્યારે તે તેમાંથી ઉતાર્યો ત્યારે તે પોતાની રૂપિયા ભરેલી બેગ ઓટોમાં ભૂલી ગયો. જ્યારે તે હોટલ પહોંચ્યો ત્યારે તેને યાદ આવ્યું. પૈસા ખોવાઈ ગયાની માહિતી મળ્યા પછી, હોટલના સ્ટાફે પણ શોધખોળ શરૂ કરી, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં.

ઓટો ડ્રાઈવર લહમિંગમુઆનાએ તેના ઓટોમાં પૈસા ભરેલી બેગ જોઈ, તે આખો મામલો સમજી ગયો. તેણે તરત જ પ્રામાણિકતા બતાવી અને પૈસા લીધા અને તે હોટેલ પહોંચી ગયો જ્યાં તેણે તેના ગ્રાહક એટલે કે વેપારીને મૂક્યો હતો. અહીં તેણે 17 લાખની આખી રકમ વેપારીને પરત કરી દીધી. પૈસા મળ્યા પછી વેપારી ખૂબ ખુશ હતો. તે લહમિંગમુઆનાને ઈનામ આપવા માંગતો હતો, પરંતુ તેણે ના પાડી. ઓટો રિક્ષા માલિક સંગઠને લહમિંગમુઆનાની ખૂબ પ્રશંસા કરી છે.