fbpx

વિસાવદરમાં AAPના સમર્થકોએ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા કેમ લગાવ્યા?

Spread the love
વિસાવદરમાં AAPના સમર્થકોએ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા કેમ લગાવ્યા?

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઇ, પરંતુ જે નારા લાગ્યા તેને કારણે રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો. આમ આદમી પાર્ટીની જીત થઇ તો નારા AAP કે ગોપાલ ઇટાલિયાના લાગવા જોઇએ, પરંતુ નારા લાગ્યા જવાહર ચાવડા ઝિંદાબાદના, ગોપાલ ઇટાલિયાએ પોતે પણ આ જ નારો લગાવ્યો. જવાહર ચાવડા ભાજપના નેતા છે તો એમના નારા કેમ લાગ્યા?

જાણવા મળેલી વિગત મુજબ જવાહર ચાવડા જુનાગઢના પાવરફુલ નેતા છે અને કરોડાપતિ છે. તેમની પાસે 112 કરોડની સંપત્તિ છે. કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં આવ્યા હતા અને સરકારમાં મંત્રી પણ બન્યા હતા, પરંતુ એ પછી જવાહર ચાવડાને ભાજપે સાઇડલાઇન કરી દીધા. એટલે ચાવડાના સમર્થકોએ જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

error: Content is protected !!