fbpx

શું ટોલ નાકા પર ટુ વ્હીલર પર ટેક્સ લેવાશે? વાયરલ સમાચારનું સત્ય જાણો

Spread the love
શું ટોલ નાકા પર ટુ વ્હીલર પર ટેક્સ લેવાશે? વાયરલ સમાચારનું સત્ય જાણો

26 જૂન, ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા અને વાયુ વેગે પ્રસરી ગયા. સમાચાર એ હતા કે 15 જુલાઇથી કેન્દ્ર સરકાર ટોલ નાકાઓ પર ટુ વ્હીલર વાહન ચાલકો પાસે ટેક્સ વસુલશે. જો કે થોડી જ વારમાં કેન્દ્રના રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને ચોખવટ કરી કે આ ફેક ન્યૂઝ છે, સરકારે આવો કોઇ નિર્ણય કર્યો નથી. ગડકરીએ લખ્યું કે, સત્ય જાણ્યા વગર ભ્રામક સમાચારો ફેલાવીને સનસનાટી ફેલાવવીએ સ્વસ્થ પત્રકારત્ત્વની નિશાની નથી અને આની હું કડક નિંદા કરુ છું.

ગડકરીની ટ્વીટ પર લોકોએ જવાબ પણ આપ્યા છે. એક યૂઝરે લખ્યુ કે મીડિયા પર પુરી રીતે અકુંશ લગાવવા છતા જો મીડિયા ભ્રામક સમાચારો ફેલાવે છે તો એ સરકારની નિષ્ફળતા છે. એવા મીડિયા સામે કાર્યવાહી કરવી જોઇએ.

error: Content is protected !!