fbpx

ઓપરેશન સિંદૂરનું આ અધિકારીને ઇનામ મળ્યું, RAWના નવા બોસ વિશે જાણો

Spread the love
ઓપરેશન સિંદૂરનું આ અધિકારીને ઇનામ મળ્યું, RAWના નવા બોસ વિશે જાણો

ભારતે તાજેતરમાં પાકિસ્તાન સામે ઓપરેશન સિંદુર હાથ ધર્યું  હતું, જેમાં મહત્ત્વનું યોગદાન આપનાર IPS અધિકારીને મોદી સરકારે મોટી ભેટ આપી છે. IPS પરાગ જૈનને રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (RAW)ના બોસ બનાવવામાં આવ્યા છે. રવિ સિહા 30 જૂને નિવૃત થઇ રહ્યા છે એટલે 1 જુલાઇથી હવે RAWની જવાબદારી પરાગ જૈનને સોંપવામાં આવી છે.

ઓપેરેશન સિંદુર દરમિયાન પરાગ જૈને POKમાં આતંકવાદી ઠેકાણાઓની મહત્ત્વની માહિતી આપી હતી જેને કારણે સટીક મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન સિંદુરને પાર પાડવામાં સફળતા મળી હતી.

પરાગ જૈનને ગુપ્તચર વર્તુળેમાં સુપર જાસુસ તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે હટકે ઓપરેશનો કર્યા છે.તેમના કાર્યકાલ 2 વર્ષનો રહેશે.

error: Content is protected !!