
પ્રાંતિજ ના ગલતેશ્વર ના ઇસમો ને મારમારતા પોલીસ ફરિયાદ થઈ
– સાદોલીયા ખાતે રહેતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– લોખંડ ની સેવાર , લાકડી વડે માર મારતા ત્રણ ને ઇજાઓ પોહચી
– જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ગલતેશ્વર ના ત્રણ ઇસમોને લોખંડ ની સેવાર, લાકડી વડે માર મારી ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
ગલતેશ્વર ખાતે રહેતા કનુજી અમાજી મકવાણા અગાઉ થયેલ બોલાચાલી બાબતે સમાધાન કરવા સારૂ કનુજી તથા વનરાજજી મકવાણા બન્ને ભાઇઓ નેશનલ હાઇવે-૪૮ રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ પાસે ગયેલ તે વખતે ત્યા રહેલ પ્રકાશ સિંહ ઉર્ફે ટીહલો પોપટસિંહ રાઠોડ તથા ભરતસિંહ ઉર્ફે પીન્ટો પોપટસિંહ રાઠોડ તથા ઉભા હોય વનરાજજી એ પ્રકાશ સિંહ તથા ભરતસિંહ ને સમાધાન ની વાત કરતા બન્ને જણા વનરાજજી ઉપર ઉશ્કેરાઈ જઈ પ્રકાશ સિંહ રાઠોડ વનરાજજી ને નજીક મા પડેલ ટ્રેક્ટર માંથી રેતી ભરવાની લોખંડ ની સેવાર લઈ મારતા માથાના ભાગે ઇજા થતા વનરાજજી ને બચાવવા સારૂ કનુજી મકવાણા ત્યા જતા બવતંસિંહ રંગુસિહ રાઠોડ તથા સુરેશસિંહ દિવાનસિંહ રાઠોડ ત્યાં આવી જતા મા બેન સામી ગાળો બોલી ભરતસિંહ રાઠોડ કનુજી મકવાણા ને તુ કેમ તારા ભાઇને બચાવવા આવેછે તેમ કહી કનુજી મકવાણા પોતાના હાથમાંથી લાકડી મારી ઇજા પહોચડતા કનુજી તથા વનરાજજી ને બચાવવા પડેલ પીંન્ટુ વિનોદજી મકવાણા આવી જતા ચારેય આરોપીઓ હાથમાની લોખંડ ની સેવાર પિન્ટુ વિનોદજી મકવાણા ના માથાના ભાગે વાગતા ચારેય જણા કનુજી તથા વનરાજજી , પિન્ટુ ને કહેવા લાગ્યા આજે તો તમો બચી ગયા છો આજપછી તમો ત્રણેય ગલતેશ્વર નદીમા રેતી ભરવા આવશો તો જીવતા છોડીશુ નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કનુજી અમાજી મકવાણા રહે ગલતેશ્વર , વડલાવાળો વાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે પ્રકાશસિંહ ઉર્ફે ટીહલો પોપટસિંહ રાઠોડ , ભરતસિંહ ઉર્ફે પીન્ટો પોપટસિંહ રાઠોડ , બળવંત સિંહ ઉર્ફે બંતી રંગુસિહ રાઠોડ , સુરેશસિંહ દિવાનસિંહ રાઠોડ તમામે-તમામ રહે.સાદોલીયા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨),૧૧૮(૧),૩૫૨,૩૫૨(૩),૫૪તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ પુંજાભાઇ મહાદેવભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા