fbpx

પ્રાંતિજ  ચિત્રિણી નર્સીંગ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ  ચિત્રિણી નર્સીંગ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
– કોલેજ ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા રકતદાન કર્યું
– રકત દાંતા ઓ દ્વારા ૬૫ બોટલ રકતદાન કરવામાં આવ્યું
       


 સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ચિત્રિણી નર્સીંગ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓ તથા કોલેજ સ્ટાફ તથા રકતદાતાઓ દ્રારા ૬૫ બોટલ રકતદાન કરવામાં આવ્યું હતું


     પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્ઞાનયોગ એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી ચિત્રિણી નર્સીંગ કોલેજ ખાતે  પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ના સહિયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ચિત્રિણી નર્સીંગ કોલેજ ના વિદ્યાર્થીઓ સ્ટાફ કર્મચારીઓ  રકતદાન રકતદાતાઓદ્વારા 70 બોટલ રકતદાન  કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ર્ડા.નિમેષભાઇ , ચિત્રિણી નર્સીંગ કોલેજ ના ટ્રસ્ટી એ.કે.પટેલ , કોલેજ ના પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ શર્મા , બિપીનભાઇ , વિપુલભાઈ , પ્રાંતિજ અર્બન સ્ટાફ તથા કોલેજ સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!