fbpx

પ્રાંતિજ એપ્રોચ રોડ અને સ્વામિનારાયણ સોસાયટી મા સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ

Spread the love

પ્રાંતિજ એપ્રોચ રોડ અને સ્વામિનારાયણ સોસાયટી મા સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ
– રાત્રી દરમ્યાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા દુકાન માલિકો તથા રહીશો ને ચોરી ને ભંય
– પાલિકામા નિયમિત વેરો ભરતા વિસ્તાર માંજ અવરનવર અંધારપટ
 – વાહનચાલકો સહિત સ્થાનિકોમાં રોષ ભભૂક્યો
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારી વારંવાર જોવા મળતી હોય છે રોડ પર ભરાતા વરસાદી પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકાની ફરીવાર બેદરકારી સામે આવી છે પ્રાંતિજ એપ્રોચ રોડ તથા સ્વામિનારાયણ સોસાયટી મા છેલ્લા બે દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ


  પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારીને લઈને પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલી સ્ટ્રીટ લાઈટો તથા સ્વામિનારાયણ નગર સોસાયટી મા રહેલ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા બુધવાર અને ગુરૂવાર રાત્રિના અંધારપટ જોવા મળ્યો હતો તો વારંવાર આજ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જાય છે તો હાઈવે ત્રણ રસ્તા થી પ્રાંતિજમાં જવાનો મુખ્ય માર્ગ હોવાને લઈને રાત્રિના સમયે અવર જવર વધુ હોય છે અને વળી આ એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલો, દુકાનો તથા સોસાયટીઓ આવેલી છે તો બીજીતરફ ચોમાસાની ઋતુ છે અને અંધારપટને લઈને એપ્રોચરોડ ઉપર અવરજવર કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાત્રિ દરમ્યાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીઓના રહીશોને પણ ચોરીનો પણ ભય સતાવે છે તો બીજીતરફ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો ચોમાસાની ઋતુ હોય રોડ ઉપર અંધારપટ ને લઈ ને એપ્રોચરોડ ઉપર રોજીદુ અવરજવર કરતા લોકોને ઝેરી જનાવર કરડવાનો  ડર પણ સંતાવે છે પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ વારંવાર સ્ટ્રીટલાઈટો બંધ રહે છે જેને લઈને એપ્રોચ રોડ પર રહેતા સોસાયટીના રહીશો સહિત દુકાનદારોનો પણ પાલિકા સામે રોષજોવા મળી રહ્યો છે  પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તાથી ર્ડા. રમણભાઇ ના દવાખાના સુધી ની સ્ટ્રીટ લાઈટો ચાલુ બંધ થતી સ્ટ્રીટ લાઈટો છેલ્લા  બે દિવસથી બંધ રહેતા રોડ ઉપર અંધારપટ છવાયો છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!