fbpx

નકલી લેડી સિંઘમ PSI પકડાઇ, બિન્દાસ્ત વર્દી પહેરીને ટ્રેનિંગ લેતી, IPS સાથે ફોટો મૂકતી

Spread the love
નકલી લેડી સિંઘમ PSI પકડાઇ, બિન્દાસ્ત વર્દી પહેરીને ટ્રેનિંગ લેતી, IPS સાથે ફોટો મૂકતી

રાજસ્થાન પોલીસનું એક મોટું છીંડુ સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસ એકેડમીમાં એક છોકરી PSIની પરીક્ષામાં સિલેક્ટ નહોતી થઇ છતા તેણે નામ બદલીને પ્રવેશ મેળવી લીધો હતો અને મહિનાઓ સુધી ટ્રેનિંગ પણ લીધી હતી. આ છોકરી બિન્દાસ્ત પોલીસની વર્દી પહેરીને લેડી સિંઘમ હોવાનું કહીને ધમકી આપતી અને IPS અધિકારીઓ સાથે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં રીલ પણ મુકતી હતી.

આ છોકરીએ એક મહિલા કોન્સ્ટેબલને વ્હોટેસએપ કોલ પર ધમકી આપી અને મહિલા કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી ત્યારે આખો ભાંડો ફુટયો. આ છોકરીનું નામ મોના બુગાલિયા છે અને તેણે 2021માં પરીક્ષા આપી હતી, પરંતુ પસંદ નહોતી થઇ તેણે મૂલી દેવી નામ બદલીને એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. તપાસ કરતા ખબર પડી કે મૂલી દેવી નામનું કોઇ પણ ઉમેદવાર સિલેક્ટ થયું નથી. મોના 2 વર્ષથી ફરાર હતી આખરે જયપુર પોલીસે પકડી પાડી છે.

error: Content is protected !!