fbpx

ભગવાનને પણ આ લોકો તો નથી છોડતા, મંદિરમાં 2447 નકલી કર્મચારી બતાવી પગાર હડપતા

Spread the love
ભગવાનને પણ આ લોકો તો નથી છોડતા, મંદિરમાં 2447 નકલી કર્મચારી બતાવી પગાર હડપતા

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા દેશના સૌથી પ્રસિદ્ધ મંદિર શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એવી માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જાહેર કરી છે. ફડણવીસે કહ્યું કે ટ્રસ્ટીઓ સામે FIR કરવામાં આવશે.

ફડણવીસે કહ્યું કે, ટ્રસ્ટીઓએ મંદિરમાં 2447 નકલી કર્મચારીઓ બતાવીને તેમનો પગાર મેળવીને મોટું કૌભાંડ કર્યું છે અને એક નકલી એપના માધ્યમથી દાનમાં આવેલી રકમ વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

શનિ શિંગણાપુર મંદિર જ્યાં આવેલું છે તે ગામમાં 3000 લોકોની વસ્તી છે અને વર્ષોથી ગામના લોકો તેમના ઘર પર ક્યારેય તાળું મારતા નથી અને આજ સુધી ગામમાં ચોરીનો બનાવ પણ બન્યો નથી. શનિ મહારાજને ખુલ્લા આકાશ નીચે જ રાખવામાં આવેલા છે.

error: Content is protected !!