
પ્રાંતિજ ના બાલીસણા ખાતે પશુપાલકોએ દુધ ઢોરી વિરોધ કર્યો
– ડેરી મા દુધ ભરાવાને બદલે ડેરી આગળ દુધ ઢોરી વિરોધ કર્યો
– દુધ ઢોરી ડેરી ના ચેરમેન ના સાજીયા લીધા
પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બાલીસણા ખાતે પશુપાલકોએ ડેરી દ્રારા ભાવફેર ના આપતા ડેરી આગળ દુધ ઢોરી વિરોધ કર્યો





સાબરકાંઠા જિલ્લા ના પશુપાલકો ની જીવાદોરી સમાન સાબરડેરી દ્રારા પશુપાલકો ને ભાવફેર ઓછો ચુકવવામા આવતા પશુપાલકોમા રોષ ફાટી નિકળ્યો હતો અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી સામે દેખાવો કરવા પોહચ્યા હતા અને દિવસ દરમ્યાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ધર્ષણ સર્જાતા પોલીસ દ્રારા ટોળાને વિખેરવા માટે ટીયરગેસ ના શેલ છોડયા અને લાઠીચાર્જ પણ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી જેને લઈ ને પ્રાંતિજ ના બાલીસણા ગામે પશુપાલકો દ્રારા આજે દુધ ડેરી મા ભરાવવા ને બદલે ગામમા આવેલ ડેરી આગળ દુધ ઢોરી ને વિરોધ કર્યો અને પશુપાલકોને ભાવફેર ઓછો ચુકવવામા આવતા પશુપાલકોમા રોષ જોવા મલ્યો ગામમા આવેલ દુધ ડેરીમા દુધ ભરવાને બદલે ડેરી આગળ દુધ ઢોરી વિરોધ કર્યો પશુપાલકોએ દુધ ઢોરી સાબરડેરીના ચેરમેનના છાજીયા લીધા તો દિવસ દરમ્યાન સાબરડેરી ખાતે રજુઆત કરવા પોહચેલ પશુપાલકો અને પોલીસ વચ્ચે ધર્ષણ થયુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
