fbpx

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

Spread the love
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, પશ્યંતિ, મધ્યમા અને વૈખરી.  

જો સામાન્ય શબ્દોમાં આ ચાર પ્રકારને સમજીએ તો- પરા એ આત્માથી નીકળતા શબ્દ છે. પશ્યંતિએ દિલથી નીકળતા અને મધ્યમા મગજથી નીકળે છે વૈખરી જીભથી નીકળે છે. 

પરા

પરા એટલે આપણી આત્મામાં ઉદ્ભવતો વિચાર અને વાણી. તેનું કોઇ સ્વરૂપ નથી હોતું. કહેવાય છે કે તે નાભિમાંથી ઉદ્ભવે છે. તે માત્ર એક ઉર્જા સ્વરૂપે હોય છે. આ વાણી શુદ્ધ લોકોમાંથી જ ઉદ્વભવે છે. આપણે કહી શકીએ કે જ્યારે આપણે શુદ્ધચિત્તની અવસ્થામાં હોઇએ ત્યારે આ વાણી ઉદભવે છે. તેનામાંથી શુદ્ધ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા બધાના કલ્યાણ માટેની હોય છે. જન કલ્યાણ માટેની હોય છે. તે આત્માનો અવાજ હોય છે. તે સત્ય હોય છે. જો રામાયણમાંથી ઉદાહરણ આપીએ તો ભગવાન રામે પોતાની વાણીથી જ વાનરસેના ને તૈયાર કરી હતી. તેમના પાસે વાનરોને આપવા માટે કઇં ન હતું. જ્યારે રાવણ પાસે તો સોનાની લંકા હતી. ભગવાન જીત્યા  કારણ કે તેઓ સત્યની સાથે હતા. એટલે વાનર સેનાએ શક્તિશાળી અસુરોની સેનાને પરાસ્ત કરી દીધી હતી. ભગવાન રામની સફળતા પાછળ તેમની પરા વાણીની શક્તિ હતી. આજના નેતાઓનો અંતરઆત્મા કેટલો શુદ્ધ હોય છે તે આપણે અંદાજ જ લગાવી શકીએ. જો સત્યના રણકા સાથે કોઇ બોલે છે તે લોકોને તે વર્તાઇ જ જાય છે.

પશ્યંતિ

પશ્યંતિ એટલે દેખાવું. આ વાણી લોકોને દેખાય છે. કહેવાય છે કે પશ્યંતિ વાણી દિલમાંથી ઉદ્ભવે છે. તમે તેને દિલની વાણી કહી શકો.  કોઇએ દિલથી બોલેલા શબ્દો પર આપણે વિશ્વાસ કરી લઇએ છીએ. આ શબ્દો એટલા શક્તિશાળી હોય છે કે તેનું પરિણામ સ્પષ્ટ રીતે દેખાતું હોય છે.  ભગવાન રામે જે કહ્યું હતું કે વાનરોને દેખાતું હતું. વાનરોને વિજય દેખાઇ ગયો હતો. એટલે જ એમનામાં પૂરો આત્મવિશ્વાસ હતો. એટલે જ તેઓ શક્તિશાળી અસૂરો સામે લડવા તૈયાર થઇ ગયા હતા. આજના નેતાઓ જે બોલે છે તે પશ્યંતિ વાણી પણ નથી. કારણ કે તેઓ દિલથી બોલતા નથી. લોકોને દેખાઇ જાય છે કે ખોટું બોલે છે. એટલે તેમની ઉપર વિશ્વાસ જલ્દી આવતો નથી.

મધ્યમા

આ વાણી તમને ચોક્કસ દિશા તરફ પ્રેરવા માટે તૈયાર કરે છે. આ વાણીનું સ્થાન મગજ અને કંઠમાં હોય છે. આ વાણી જેની સામે ઉચ્ચારાય છે તેને કોઇ ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરે છે. જેમ ભગવાન રામે લંકા વિજય માટેની રણનીતિ તૈયાર કરી વાનરોને સમજાવી. વાનરો તૈયાર થઇ ગયા. તેને સમજી પણ ગયા. લંકા પર વિજય પછી પણ તેઓ ભગવાન રામની સાથે જ રહ્યા કારણ કે તેમની વાણીનું પરા અને પશ્યંતિંથી સંચાલન થયું હતું.  આ વાણીમાં મગજ અને કંઠ કામ કરે છે. આજના કેટલાક નેતાઓ કદાચ મધ્યમાથી જ શરૂઆત કરતા હોય છે. તેમના માટે આત્મા અને હ્ર્દયનો કોઇ ઉપયોગ રહ્યો નથી. તેઓ માત્ર મગજનો ખેલ કરતા હોય છે. એટલે મોટાભાગના લોકોને તેમના ઉપર વિશ્વાસ હોતો નથી. માત્ર તેમના કાર્યકરો જ તેમની વાત માનતા હોય છે. કારણ કે કાર્યકરોનો સ્વાર્થ જોડાયેલા હોય છે. સ્વાર્થ પૂરો થાય એટલે પછી કોણ હું અને કોણ તું.  

વૈખરી

આ વાણી જીભ અને તાળવાથી ઉત્પન્ન થાય છે. તેમાં મગજનો પણ ઉપયોગ થતો નથી. જે મનમાં આવ્યું તે બોલી દેવું. ભગવાન રામનો પડ્યો બોલ ઝીલવા વાનરસેના તૈયાર હતી. કારણ કે તેમની વાણીમાં સત્ય હતું, શુદ્ધિ હતી, તર્ક હતો. આજના નેતાઓમાં ઘણા એવા હોય છે જે બોલતી વખતે માત્ર વૈખરીનો જ ઉપયોગ કરે છે. જે મનમાં આવ્યું તે બોલી નાંખે છે. આત્મા, દિલ કે મગજનો ઉપયોગ પણ ભાગ્યે જ કરે છે. એટલે તેમના કાર્યકરો પણ આવી વાણી જ શીખે છે. તે ઉપરથી લઇને નીચે સુધી આવી વાણીનો ઉપયોગ કરતા હોય છે.

અંતે સત્ય જ રહે છે

ખોટું બોલવું. અતાર્કિક બોલવું. બોલીની ફરી જવું આ બધુ કરવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી વાણીમાં ન તો આત્મા નો ઉપયોગ કરો, ન દિલનો ઉપયોગ કરો અને દિમાગનો ઉપયોગ કરો. માત્રને માત્ર વાણીનો વિલાસ કરો. વાણીના વિલાસથી થોડા સમય માટે ફાયદો તો થઇ શકે. સત્તા પણ મળી જાય. પરંતુ ભગવાન રામ જેવો યશ કે કીર્તિ નહીં મળે. અંત સારો નહીં હોય. અંતમાં લોકો તમારી સાથે નહીં હોય. તમને સારા નેતા તરીકે યાદ નહીં કરે. તમે જેમ માત્ર મગજ અને જીભનો ઉપયોગ કરીને લોકોને ભરમાવ્યા હશે તે લોકો જ તમારી વિરુદ્ધ થતા વાર નહીં લાગે. કારણ કે તમારી વાણીમાં ક્યાંય સત્ય ન હતું. ક્યાયં શુદ્ધિ ન હતી. તમે માત્રને માત્ર વાણી વિલાસ કરતા હતા.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!