fbpx

મીટિંગમાં ‘VIP’ વાંદરો આવ્યો… DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, ‘અહીં બેસો’

Spread the love
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના, જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ પોતાની ખુરશી છોડીને ઉભા થઇ ગયા અને વાંદરાને બેસવાનો ઈશારો કર્યો. આ અસામાન્ય દૃશ્ય ત્યાં હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધું, અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાગપતના વિકાસ ભવન ખાતે યોજાયેલી કિસાન દિવસની મીટિંગ એ માટે ચર્ચાનો વિષય બની ગઈ કે જ્યારે એક અનોખા વિશેષ મહેમાન ચાલુ સભામાં અચાનક જ આવી ગયા. ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા માટે આયોજિત કરવામાં આવેલી આ મીટિંગમાં વાંદરાના પ્રવેશથી આખું વાતાવરણ બદલાઈ ગયું અને ગંભીર વાતાવરણમાં દરેકના મોઢા પર હાસ્ય આવી ગયું હતું. આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

11

હકીકતમાં, કિસાન સમાધાન દિવસની મીટિંગમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ અને પોલીસ અધિક્ષક સૂરજ રાય હાજર હતા. ખેડૂતો અધિકારીઓ સમક્ષ તેમની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા, અને મીટિંગ સામાન્ય રીતે ચાલી રહી હતી. ત્યારે જ અચાનક, ‘મટરુ’ નામનો વાંદરો ત્યાં આવી પહોંચ્યો.

વાંદરો પહેલા ખેડૂતો વચ્ચે ટેબલો પર ફરતો રહ્યો અને પછી સીધો જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ પાસે આવી ગયો. સામાન્ય રીતે, આવી પરિસ્થિતિમાં લોકો ગભરાઈ જતા હતા, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટે સંપૂર્ણ શાંતિ અને સંયમ બતાવ્યો. તેઓ તરત જ ખુરશી છોડીને ઉભા થઇ ગયા અને સ્માઈલ કરીને વાંદરાને ઈશારો કરીને કહ્યું, ‘અહીં બેસો.’

12

આ દ્રશ્યે હાજર લોકો માટે આશ્ચર્ય અને મનોરંજન બંનેનું કારણ બની ગયું. કોઈએ આખી ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મટરુ કોઈ નવો મુલાકાતી નથી. તે ઘણીવાર કલેક્ટર કચેરી પરિસરમાં જોવા મળે છે અને ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓમાં જાણીતો છે. તે પહેલા પણ ઘણી વખત ત્યાં જોવા મળ્યો છે.

અહીં તમને બતાવી દઈએ કે, મટરુ એક વખત ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પણ જિલ્લા મેજિસ્ટ્રેટની પાસે પહોંચી ગયો હતો અને તે સમયે, તે DMનો પલ્લુ પકડીને ખેડૂતોની વચ્ચે બેઠો હતો, જેના કારણે તે પહેલાથી જ ચર્ચામાં આવી ગયો હતો. આ વખતે પણ તેની હાજરીએ મીટિંગને યાદગાર બનાવી દીધી અને આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!