પ્રાંતિજ ખાતે વય વંદના હેઠળ આયુષ્માન કાર્ડ ની કામગીરી હાથ ધરાઇ
– ૭૦ વર્ષ થી ઉપરના વડીલો ને કાર્ડ નુ વિતરણ કરવામા આવ્યુ
– મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ ના જન્મ દિવસ ને લઈ ને ફુટ વિતરણ કરવામા આવ્યુ
– પૂર્વ મંત્રી , નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વય વંદના કાર્યક્રમ ને લઈ ને વોર્ડ-૨ ના વડીલો ને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ કાઢી આપવામા આવ્યા હતા તો મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ ના જન્મ દિવસ ને લઈ ને વડીલો ને ફુટ નુ વિતરણ કરવામા આવ્યુ




પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર મંડળ દ્રારા પ્રાંતિજ વોર્ડ નંબર-૨ મા પ્રાંતિજ તાલુકા હેલ્થ કચેરી પ્રાંતિજ ના સહિયોગ થી પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ શ્રી શિવસદન હોલમા વય વંદના હેઠળ આયુષ્માન કાર્ડ ની કામગીરી હાથ ધરવામા આવી હતી જેમા ૭૦ થી ઉપર ના લોકોને સ્થળ ઉપર જ કાર્ડ કાઢી આપવામા આવ્યા હતા તો ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ નો જન્મ દિવસ હોય જેને લઈ ને પ્રાંતિજ શહેર મંડલ દ્રારા ઉપસ્થિત સોવકોઇ ને ફુટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , મધુભાઇ રાવલ , જીગ્નેશભાઇ પંડયા , ગૌતમભાઇ રાવલ , રવિ ભાઇ રાવલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
