

હજુ તો વડોદરામાં ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાને એક સપ્તાહ પણ નથી થયું ત્યાં જુનાગઢના માંગરોળ તાલુકામાં આવેલા આજક ગામના બ્રિજનો સ્લેબ તુટી પડતા લોકોમાં ચિંતા વધી ગઇ છે. 8 લોકો 15 ફુટ નીચે પડ્યા, પરંતુ સદનસીબે કોઇને ગંભીર ઇજા કે જાનહાની થઇ નથી.
જુનાગઢ જિલ્લા કલેકટરે કહ્યું કે, છેલ્લા 4 દિવસથી જિલ્લામાં બ્રિજનું ઇન્સ્પેકશન ચાલી રહ્યું છે અને તેમાં 6 બ્રિજ વાહનના અવરજવર માટે બંધ કરી દીધા છે. આજક ગામનો બ્રિજ પણ બંધ કરી દેવાયો હતો. રિપેરીંગ કામ દરમિયાન JCBનો ભાર એક ભાગ સહન ન કરી શક્યો જેને કારણે સ્લેબ તુટી ગયો હતો. રિપેરીંગ કામ ચાલતુ હતું તે જોવા માટે લોકો ભેગા થયા હતા.
