fbpx

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા પ્રાંન્ત કચેરી એ આવેદનપત્ર આપ્યુ

Spread the love

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા પ્રાંન્ત કચેરી એ આવેદનપત્ર આપ્યુ
– પશુપાલકોના સમર્થન મા આવેદનપત્ર આપી રજુઆત કરી
– ભાવ વધારો આપવો , મૃતક ના પરિવાર ને ડેરી તથા સરકાર દ્રારા વળતર ચુકવવા માંગ
– પશુપાલકો ઉપર થયેલ કેસ પરત ખેચવા રજુઆત


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા પશુપાલકોના સમર્થન મા આજે પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઇને પ્રાંન્ત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી

   સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામા પશુપાલકોને સાબરડેરી દ્રારા ભાવફેર ભાવવધારો આપવામા ના આવતા છેલ્લા પાંચ દિવસ થી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના પશુપાલકો દ્રારા વિરોધ થઈ રહ્યો છે અને પાં દિવસે પણ ઠેરઠેર દુધ ઢોરી ડેરીમા દુધ ના ભરાવી ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ ના સાજીયા લીધા હતા ત્યારે પ્રાંતિજ કોંગ્રેસ સમિતિ દ્રારા પશુપાલકો ને ન્યાય મળે તે માટે તેમના સમર્થન મા આવી આજે પ્રાંતિજ સેવાસદન ખાતે જઇ ને પ્રાંન્ત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જેમા પ્રાંન્ત કચેરી ના સિરેસદાર યોગશભાઇ પટેલ દ્રારા આવેદન પત્ર સ્વીકારી સરકાર મા રજુઆત કરવા જણાવ્યુ હતુ તો કોગ્રેસ તાલુકા સમિતિ  દ્રારા આવેદન પત્ર આપી પશુપાલકો ના સમર્થન મા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી જેમા પશુપાલકોને ભાવફેર મળે અને આ આંદોલન મા મૃત્યુ પામેલ ઇડર તાલુકાના ઝીંઝવા ગામના સ્વ.અશોકભાઇ ચોધરી ના પરિવાર ને સાબરડેરી ધ્વારા યોગ્ય વળતર ચુકવા તથા જે કોઇ પશુપાલકો સામે કેસ થયા છે તે કેસો પરત ખેચવા મૌખિક તથા લેખિત મા આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , પ્રાંતિજ કોંગ્રેસ શહેર પ્રમુખ સંજયભાઇ પટેલ , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બહેચરસિંહ રાઠોડ , રેખાબેન સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!