fbpx

પ્રાંતિજ ના બાલીસણા ખાતે પશુપાલકો નો વિરોધ યથાવત જોવા મલ્યો

Spread the love

પ્રાંતિજ ના બાલીસણા ખાતે પશુપાલકો નો વિરોધ યથાવત જોવા મલ્યો
– ચોથા દિવસે પણ પશુપાલકોએ ભાવફેર ને લઈ ને અડીખમ
– સાબરડેરીના ચેરમેન ની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા
– હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી રીતરીવાજ કરવામા આવ્યા


સાબરકાંઠા -અરવલ્લી જિલ્લા ના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મલ્યો હતો ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ગામે સાબરડેરી ના ચેરમેન ની હિન્દુ રીત રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢવામા આવી હતી


     સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા મા પશુપાલકોનો વિરોધ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો ત્યારે બીલીસણા ખાતે પશુપાલકોએ બે દિવસ અગાઉ બાલીસણા ડેરી આગળ દુધ ઢોરી સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ના સાજીયા લીધા હતા અને ત્યારબાદ બીલીસણા ગામમા રોષ  યથાવત જોવા મલ્યો છે અને ચોથા દિવસે પણ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની હિન્દુ રીતરીવાજ મુજબ ગામમા આવેલ દુધ ડેરી આગળ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની નનામી તૈયાર કરી અંતિમ યાત્રા  અંતિમ ધામ સુધી કાઢવામા આવી હતી તો પશુપાલકો દ્રારા હાય શામળિયા હાય , હાય શામળિયા હાય નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પોહચી હતી અને ત્યા અગ્નિ દાહ આપી ડેરી આગળ પરત આવી  કુકો કરવામા આવ્યો હતો આમ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના પશુપાલકો દ્રારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ખાતે પણ પશુપાલકોએ હિન્દુ રીતરીવાજ મુજબ પરિવાર નુ કોઇ સભ્ય મૃત્યુ થાય એજ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી  સાબરડેરી ના ચેરમેન ની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબરડેરીના ચેરમેન ની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!