
પ્રાંતિજ ના ઉછા ખાતે પશુપાલકો નો વિરોધ યથાવત જોવા મલ્યો
– ઉછા ડેરી આગળ દુધ ઢોરી સાબરડેરીના ચેરમેનના સાજીયા લીધા
– દુધ ડેરી આગળ ચેરમેન ની નનામી ને અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા પણ પશુપાલકો નો વિરોધ છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મલ્યો હતો ત્યારે પ્રાંતિજ ના ઉછા ગામે પશુપાલકોએ ડેરી આગળ દુધ ઢોરી ચેરમેન ના સાજીયા લઈ નનામી કાઢી ડેરી આગળ અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો









સાબરડેરી દ્રારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો ને ભાવ ફેર ઓછો ચુકવવામા આવતા પશુપાલકો નો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો અને રજુઆત બાદ પણ ડેરી દ્રારા સાભળવામા ના આવતા બન્ને જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી આગળ ભાવફેર ને લઈ ને હલ્લાબોલ કર્યો હતો જેમા પોલીસ સાથે ધર્ષણ થયુ હતુ અને પોલીસ દ્રારા ટોળાને વિખેર વા લાઠીચાર્જ અને ટીયરગેસ સેલ છોડયા હતા તો પોલીસ દ્રારા વિરોધ કરી રહેલ પશુપાલકો ની અટકાયત કરી હતી જયારે છઠ્ઠા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકા પશુપાલકોએ દુધ ડેરી મા ભરવાને બદલે ડેરી આગળ ઢોરી વિરોધ કર્યો હતો જેમા પ્રાંતિજ ના ઉછા ગામે પશુપાલકોએ ડેરીમા દુધ ભરવાને બદલે ડેરી આગળ પશુપાલકો ભેગા થઈ પોતાનુ દુધ ડેરી મા ભરાવવા ને બદલે ડેરી આગળ દુધ ઢોરી વિરોધ કર્યો હતો તો પશુપાલકોએ દુધ ઢોરી સાબરડેરીના ચેરમેનના છાજીયા લીધા અને પશુપાલકો દ્રારા સાબરડેરીના ચેરમેનની નનામી બનાવી કાઢવામા આવી હતી અને સાબરડેરીના ચેરમેનની નનામી ડેરી આજુ બાજુ ફેરવી બાદમા ડેરી આગળ લાવી અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો અને જયા સુધી ન્યાય નહી મળે ત્યા સુધી લડી લેવા પશુપાલકોએ તૈયારી બતાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
