
પ્રાંતિજ ના પોગલુ ખાતે આંગણવાડી ના બાળકોને ભોજન કરવામા આવ્યુ
– ગુરૂની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે શિષ્ય દ્રારા બાળકોને ભોજન કરાવ્યુ
– ભોજન જમી બાળકોના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે આંગણવાડી ના ભૂલકાઓને ભોજન કરવામા આવ્યુ







પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ સુપ્રસિદ્ધ વારાહી શક્તિપીઠ ખાતે શ્રી ૧૦૦૮ રામભકત સ્વામી શ્રી બલરામદાસજી મહારાજ લોદરા ની ૧૭ મી પુણ્ય તિથી નિમિત્તે તેમના શિષ્ય મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજ દ્રારા પોગલુ ગામમા આવેલ આંગણવાડી ના ૧૦૦ થી વધુ બાળકોને સ્વરૂચી ભોજન કરાવવામા આવ્યુ હતુ તો બાળકોને પોતાનુ મનભાવતુ ભોજન મળી રહેતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ હતુ તો આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ , અનુજ પટેલ પ્રશિલ પટેલ , હેત પટેલ , અરુણ મહારાજ , આંગણવાડી ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા