

10 વર્ષ પહેલા આખા ગુજરાતના ગજવનારા હાર્દિક પટેલને હવે વિરમગામના કોર્પોરેટરો પણ ભાવ આપતા નથી. 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે આંદોલન કરનાર હાર્દિક એક મોટો ચહેરો બની ગયા હતા અને એ પછી કોંગ્રેસમાં પણ તેમનું વર્ચસ્વ રહ્યું હતું. પરંતુ ભાજપમાં જોડાયા પછી હવે હાર્દિકની હાલત મા મને કોઠીમાંથી બહાર કાઢ જેવી થઇ ગઇ છે
ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે તાજેતરમાં ટાવરમાં બનેલી લાયબ્રેરીનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે હાર્દિકે કહ્યું કે, એવું ન માનતા કે માત્ર વિરોધ પક્ષના લોકો જ વિરમગામનું ખરાબ કરવા માટે વિચારે છે, પરંતુ આપણી સાથે બેઠેલો લોકો પણ વિરમગામનું અહીત કરી રહ્યા છે. આજે ઐતિહાસિક કાર્યક્રમ હોવા છતા વિરમગામના ભાજપના કેટલાંક કોર્પોરેટરો હાજર રહ્યા નથી.