

અરવિંદ કેજરીવાલને પાર્ટીએ શુક્રવારે જાહેરાત કરી કે, તેમની પાર્ટી હવે INDIA ગઠબંધનની સાથે નથી. સંજય સિહે કહ્યું હતું કે, આ ગઠબંધન માત્ર લોકસભા 2024ની ચૂંટણી પુરતું જ હતું. હવે સવાલ એ ઉભો થાય છે કે, જે કેજરીવાલ માટે INDIA ગઠબંધને રામલીલા મેદાનમાં રેલી કરેલી તે કેજરીવાલે છેડો કેમ ફાડ્યો?
જાણકારોના કહેવા મુજબ આમ તો આમ આદમી પાર્ટીએ ગઠબંધન સાથે છેડો હરિયાણા વિધાનસભાની ચૂંટણીથી જ ફાડી નાંખ્યો હતો. શુક્રવારની જાહેરાત એ માત્ર ઔપચારિક જાહેરાત હતી. જો કે, કોંગ્રેસની સામે નિશાન સાધીને કેજરીવાલની નજર બીજે હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પંજાબ અને ગુજરાતની પેટા ચૂંટણીમા જીત પછી અરવિંદ કેજરીવાલનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને કેજરીવાલને લાગી રહ્યું છે કે એકલા ચૂંટણી લડવામાં જ ફાયદો છે.
