fbpx

જગદીપ ધનખડે ખરેખર આરોગ્યને કારણે રાજીનામું આપ્યું કે પછી કારણ કઇંક બીજુ જ છે?

Spread the love
જગદીપ ધનખડે ખરેખર આરોગ્યને કારણે રાજીનામું આપ્યું કે પછી કારણ કઇંક બીજુ જ છે?

દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ પદેશી સોમવારે રાત્રે અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027માં પુરો થતો હતો, પરંતુ તેમણે પોતાના આરોગ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું હતું. જો કે ઘણા લોકોના ગળે આ વાત ઉતરતી નથી.

હજુ તો 10 જુલાઇએ જગદીપ ધનખડ એક કાર્યક્રમમાં બોલ્યા હતા કે, ભગવાનની ઇચ્છા હશે તો હું ઓગસ્ટ 2027માં નિવૃત થઇશ. માત્ર આરોગ્યને કારણે રાજીનામું આપ્યું હોય એવું કેટલાંક લોકો માનતા નથી. જાણવા મળેલી માહિતી મુજબ દિસ્હીના જસ્ટીસ યશવંત વર્માના ઘરેથી કરોડોની બળેલી નોટો મળી હતી તેમાં સંસદમાં મહાભિયોગ લાવવાની કાર્યવાહીમાં ધનખડ મુખ્ય ચહેરો બનવા માંગતા હતા અને વિપક્ષોએ ગુપ્ત રીતે સંમતિ પત્ર સ્પીકરને સોંપી પણ દીધો હતો. સરકારને આ વાતની ખબર નહોતી પડી. જ્યારે ખબર પડી ત્યારે સરકાર નારાજ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!