fbpx

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

Spread the love
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે છે પશ્ચિમ બંગાળનો. ગુજરાતમાં તો વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી છે, છતા કેજરીવાર તાજેતરમાં 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા. બિહારની ચૂંટણીમાં કેજરીવાલને ખાસ રસ દેખાતો નથી. તો પછી કેજરીવાલે બિહારની બધી 243 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કેમ કરી?

જાણકારોનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે એવી રણનીતિ બનાવી છે કે, જ્યાં કોંગ્રેસની સ્થિતિ સ્ટ્રોંગ હોય, જ્યા કોંગ્રેસનો દેખાવ સારો હોય ત્યાં જ ફોકસ કરવું. દિલ્હીમાં પહેલી ચૂંટણીમા કેજરીવાલે કોંગ્રેસને માત્ર 8 બેઠકો પર અટકાવી. પંજાબમાં કોંગ્રેસનું શાસન હતું અને થોડા જ સમયમાં સત્તા મેળવી લીધી. ગુજરાતમાં પણ કોંગ્રેસની હાલત પાતળી કરવાનું કામ કેજરીવાલે કર્યું છે.

error: Content is protected !!