

જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ બિછાવી છે. માલદીવ્સની 60મી સ્વતંત્રતા નિમિત્તે પ્રધાનમંત્રી મોદીને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપાવમાં આવ્યુ હતું.

પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી કે ભારત માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન સહાયતા અને 72 સૈન્ય વાહનો આપશે. આ ઉપરાંત અન્ય મદદની પણ જાહેરાત કરવામાં આવી હતી.
માલદીવ્સ એ હિંદ મહાસાગરમાં એક મહત્ત્વપૂર્ણ ભૌગોલિક સ્થાન ધરાવે છે અને ચીન ઘણા સમયથી માલદીવ્સમાં ઇન્વેસ્ટમેન્ટ અને મોટા મોટા પ્રોજેક્ટસ દ્વારા પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ચીનનો પ્રભાવ ઓછો કરવા માટે ભારતે માલદીવ્સને મદદ કરી છે. માલદીવ્સને ખબર પડી ગઇ છે કે ચીન કરતા ભારત સાથે સંબંધ રાખવાથી ફાયદો થશે.
