

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત ડાયમંડ બૂર્સ ફરીથી ચર્ચામા આવી ગયું છે. આ બેઠક મહિધરપરા હીરાબજારના એવા વેપારીઓ સાથે હતી , જેમણે થોડા મહિનાઓ પહેલા સુરત ડાયમંડ બૂર્સમાં ઓફિસ શરૂ કરી હત, પરંતુ કોઇક કારણોસર ફરીથી મહિધરપરા ચાલ્યા ગયા હતા.

હર્ષ સંઘવીએ બેઠકમાં કહ્યુ કે, સુરત ડાયમંડ બુર્સ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધાએ ભેગા થઇને ચલાવવાનો છે. તેમણે કહ્યું કે, જેમની સુરત ડાયમંડ બૂર્સમાં ઓફિસ છે એ બધા વેપારીઓ એક સાથે સુરત ડાયમંડ બૂર્સમાં આવે.
સંઘવીની વાત પર વેપારીઓએ સંમતિ બતાવી હતી અને મહાસુદ પાંચમ 21 જાન્યુઆરી 2026ના દિવસે બધા વેપારીઓ એક સાથે સુરત ડાયમંડ બુર્સમાં જશે. મંગળવારે વરાછાના હીરાબજાર સાથે સંકળાયેલા વેપારીઓની મીટિંગ રાખવામાં આવી છે.

