

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના સમાચાર સામે આવ્યા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ મુળ સૌરાષ્ટ્રના વેપારી અને સુરતમાં મહિધરપરા હીરાબજારમાં ટ્રેડીંગનું કામકાજ કરતો એક વેપારી શનિવારથી ગાયબ થઇ ગયો છે. બજારના લોકોનું કહેવું છે કે, આ વેપારીએ 4 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું છે. લેણદારો ટેન્શનમાં આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી મુજબ આ વેપારી ડબ્બા ટ્રેડીંગ અને શેરબજારમાં કામકાજ કરતો હતો તેમાં ભારે નુકશાની થઇ છે એટલે લેણદારોના રૂપિયા ચૂકવી શકે તેમ નહોતો એટલે બજારમાંથી ફરાર થઇ ગયો છે.
મહિધરપરા હિરાબજાર વિસ્તારમાં આવેલી બલિ શેરીમાં બેસીને આ વેપારી હીરાની લે-વેચનું કામ કરતો હતો.

