

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા તેની સાથે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. શનિવારે સવારે ભૂપેન્દ્ર દાદાએ PM સાર્થે વર્ચુઅલી વાત કરી અને બપોરે દિલ્હી ઉપડી ગયા.

જાણવા મળેલી વિગત મુજબ દાદા પ્રધાનમંત્રી સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણુંક અને મંત્રી મંડળના વિસ્તરણ માટે વાત કરવા માટે ગયા છે. જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, રવિવારે અથવા સોમવારે રાજ્યમાં મોટા સમાચાર સામે આવી શકે છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, પ્રદેશ પ્રમુખનું નામ લગભગ ફાઇનલ થઇ ચૂક્યું છે અને પ્રદેશ પ્રમુખની નિમણુંક પછી મંત્રી મંડળનું વિસ્તરણ થશે. પ્રમુખ પદ અને મંત્રી મંડળના વિસ્તરણ માટે લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.
