

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારી અનાજના થઇ રહેલા કાળાબજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટની રાત્રે ધામા નાંખ્યા હતા. ઇટાલિયાએ માગ કરી હતી કે માફિયાઓની ધરપકડ કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવામાં ઘણા ખેડુતો પણ હાજર રહ્યા હતા.
ખેડુતોનો આરોપ છે કે,ઘણા વિસ્તારોમાં રેશનનું જે અનાજ આવે છે તે પૂરતું આપવામાં આવતું નથી અને બારોબાર કાળાબજારમાં વેચી દેવામાં આવે છે.
વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ગોપાલ ઇટાલિયા ધરણા પર બેઠા હતા ત્યારે મેંદરડાના મહિલા PSI એસ. એન. સોનારા સાથે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી. મહિલા PSIનું કહેવું હતુ કે આ ચોરીનો મામલો નથી એટલે આ કેસ પુરવઠા વિભાગનો છે અને ખેડુતોએ પુરવઠા વિભાગને ફરિયાદ કરવી જોઇએ. જ્યારે ઇટાલિયાએ કહ્યું કે આ ચોરી જ છે અને પોલીસે તપાસ કરવી જોઇએ.
