fbpx

ગંભીરા બ્રિજ પર લટકેલી ટ્રકને હવે આ રીતે ઉતારાશે, દેશમાં પહેલીવાર આવું બનશે

Spread the love
ગંભીરા બ્રિજ પર લટકેલી ટ્રકને હવે આ રીતે ઉતારાશે, દેશમાં પહેલીવાર આવું બનશે

વડોદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ  9 જુલાઇએ તુટી પડ્યો હતો અને તેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બ્રિજ પર છેલ્લાં 25 દિવસથી એક ટ્રક લટકી રહી છે. ટ્રકના માલિકે પોતાની ટ્રક ઉતારવા માટે અનેક વખત રજૂઆત કરી હતી. હવે આ ટ્રકને ઉતારવાનો રસ્તો મળી ગયો છે.

ગુજરાત સરકારે ગંભીરા બ્રિજ પર લટકેલી ટ્રકને ઉતારવા માટે નિર્ણય લીધો છે અને એર બલૂન ટેક્નોલોજીથી ટ્રકને ઉતારવામાં આવશે. પોરબંદરની નિષ્ણાતોની ટીમ આખી યોજના તૈયાર કરી લીધી છે.

એર બલૂનને નદીના પટમાં એસેમ્બલ કરવામાં આવશે અને તેની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવશે. બલૂનને લિફ્ટ કરીને ટ્રક પર સ્ટેબલ કરવામાં આવશે અને ટ્રકને મજબુત દોરડાથી બાંધીને એર લિફ્ટ કરવામાં આવશે. આ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ દેશમાં પહેલાવીર થઇ રહ્યો છે.

error: Content is protected !!